રામકથાની પોથીયાત્રા દરમિયાન ટેરેસ પરથી પથ્થર મારી કારનો કોચ તોડ્યો,છાણીમાં બાઇક-કાર ચાલક વચ્ચે મારામારી
વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ અને છાણી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં હુમલાના બે બનાવ બનતાં પોલીસે બંને બનાવમાં ગુના નોંધી કાર્યવાહી કરી છે.
ન્યુ વીઆઇપીરોડ વિસ્તારમાં સાંઇદીપ નગર પાસે વૈકુંઠ પ્લાઝામાં રહેતા અમિતકુમાર શાહે પોલીસને કહ્યું છે કે,અમારી સોસાયટીમાં રામકથાનંુ આયોજન કરવામાં આવ્યું હોવાથી ગઇબપોરે પ્રમુખના નિવાસ્થાનેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી.આ દરમિયાન સોસાયટીમાં રહેતા સચિન નટવરભાઇ ઠાકોર અને તેની પત્ની સોનલ ઠાકોરે ટેરેસ પરથી ગાળો ભાંડી પથ્થર મારતાં મારા સાળાની કારનો કાચ તૂટયો હતો.
છાણી બ્રિજ પર ગઇરાતે બનેલા બનાવમાં કાર ચાલકે હોર્ન મારતાં આગળ જતા બાઇક સવાર સાથે તકરાર થઇ હતી અને ત્યારબાદ બંનેએ એકબીજા પર હુમલો કર્યો હતો.જેથી બાઇક સવાર નરેન્દ્ર રોહિત (રોહિતવાસ,પદમલા) અને કાર ચાલક અરબાજખાન પઠાણ(ચિસ્તિયા નગર, છાણી જકાતનાકા)એ સામસામે ફરિયાદ નોંધાવી હતી.