વડોદરામાં લૂંટ અને મહિલા ઉપર હુમલો કરવાના બનાવમાં ફરાર બે નામચીન ગુનેગાર ઝડપાયા

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
વડોદરામાં લૂંટ અને મહિલા ઉપર હુમલો કરવાના બનાવમાં ફરાર બે નામચીન ગુનેગાર ઝડપાયા 1 - image

વડોદરા,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર

વડોદરાના વિવિધ વિસ્તારમાં લાંબા સમયથી ફરાર ગુનેગારોને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન બે નામચીન ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે.

થોડા સમય પહેલા મંગળ બજારમાં ખરીદી કરવા આવેલી બે મહિલા પૈકી એકને હાફીઝ નામના ગુનેગારે ગાળો દીધી હતી અને ત્યારબાદ રાજમહેલ રોડ પર મહિલાને લાફો માર્યો હતો.

આ બનાવ અંગે મહિલાના પતિએ હાફિઝને ઠપકો આપતા તેના ઉપર હુમલો કરી આંખના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવમાં ત્રણ મહિનાથી ફરાર થઈ ગયેલા હફીઝ ઉર્ફે પપ્પુ ઈકબાલ ભાઈ ગબલ વાલા (ન્યાયમંદિર) ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

આવી જ રીતે હરણી વિસ્તારમાં હુમલો તેમ જ લૂંટના બનાવમાં ફરાર થઈ ગયેલો સુનિલ રતિલાલ મારવાડી (મારુતિ નગર,રામદેવ નગર-1, આજવા રોડ) ને પોલીસે હળણી રોડ પરથી ઝડપી પાડ્યો હતો.


Google NewsGoogle News