Get The App

મહિલાનો અંગત પળોનો વિડિયો વાયરલ કરી હેરાન કરનાર બે મિત્રો ઝડપાયા

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
મહિલાનો અંગત પળોનો વિડિયો વાયરલ કરી હેરાન કરનાર બે મિત્રો ઝડપાયા 1 - image

વડોદરા,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર

વડોદરાની એક મહિલાની જાણ બહાર તેના મિત્રએ વોટ્એસએપનો એક્સેસ લઈને તેની અંગત પળોનો વિડીયો ડાઉનલોડ કરી હેરાનગતિ કરવા માંડતા પોલીસે મિત્ર અને તેના સાગરીતને ઝડપી પાડ્યો છે.

વડોદરાની એક મહિલાને છેલ્લા કેટલાક સમયથી એક યુવક અંગત પળોના ફોટા અને વિડિયો મોકલી હેરાન કરતો હતો. આ યુવક દ્વારા તેના મિત્રને પણ વિડિયો મોકલી આપવામાં આવ્યો હતો. અને મહિલાને પજવણી કરતા હતા.

મહિલાને વિડીયો મોકલનાર યુવક તેના પતિ તેમજ અન્ય પરિવારજનોને પણ વિડીયો મોકલી આપવાની ધમકી આપતો હતો. મહિલા શરૂઆતમાં તેને કરગરી હતી પરંતુ ત્યારબાદ તેણે ધાબે નહીં થવાનો નિર્ણય લઇ પરિવારજનો મારફતે સાયબર સેલની મદદ લેતા પોલીસે ટેકનીકલ સોર્સીસના આધારે તપાસ કરી હતી.

મહિલાને બ્લેકમેલ કરતા યુવકે તેના વોટ્સએપનું લઈ તેમાંથી વીડિયો અને ફોટા ડાઉનલોડ કરી લીધા હોવાની માહિતી બહાર આવી હતી. વડોદરા સાયબર સેલે આ અંગે ગુનો નોધી ભરતસિંહ દેવીસિંહ ચંદાવત (કૃષ્ણનગર, અમદાવાદ મૂળ ઈડર) અને તેના સાગરીત દિપક કવરલાલ દાંડ(નડિયાદ) ને ઝડપી પાડ્યા છે.


Google NewsGoogle News