ગોવા માેજ માણવા ગયેલા બે મિત્રો વડોદાર એરપોર્ટ પર દારૃની બોટલો અને 2.62લાખ કેશ સાથે પકડાયા
વડોદરાઃ ગોવા ફરવા ગયેલા માંજલપુરના બે મિત્રો હરણી એરપોર્ટની બહાર નીકળતાં જ એસઓજીના હાથે દારૃની બોટલો અને રોકડ સાથે ઝડપાઇ જતાં તેમની પૂછપરછ કરવામાં આવી છે.
હરણી એરપોર્ટની બહાર એસઓજીની ટીમ હાજર હતી ત્યારે ટ્રોલી અને હેન્ડ બેગ લઇને એરપોર્ટની બહાર આવતા બે યુવકો પોલીસને જોઇ બીજા રસ્તે વળી જતાં પોલીસે તેમને આંતરીને તપાસ કરી હતી.
પોલીસની તપાસમાં એકનું નામ ધવલ કિશોરભાઇ પ્રજાપતિ(પરમપાર્ક,ઇવામોલ પાસે,માંજલપુર) અને બીજાનું નામ હાર્દિક દિલીપભાઇ પટેલ (વ્રજવિહાર સોસાયટી, સ્ટેલામેરી સ્કૂલ પાસે,માંજલપુર) હોવાનું ખૂલ્યું હતું.
પીઆઇ વીએસ પટેલે કહ્યું હતું કે,બંનેની જડતી દરમિયાન બેગમાંથી બ્રાન્ડેડ કંપનીની દારૃની ૧૧ બોટલ(કિંમત રૃ.૧૮૭૨૫),રોકડા રૃ.૨.૬૨લાખ તેમજ બે આઇફોન મળી કુલ રૃ.૪.૫૫લાખની મત્તા મળી આવી હતી. હરણી પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મિત્રો કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું અને ગોવા ફરવા ગયા હોવાથી અંગત ઉપયોગ માટે લઇ આવ્યા હોવાનું કબૂલ્યું હતું.