દારૃનો નશો કરીને કારમાં નીકળેલા બે મિત્રો પકડાયા

નશેબાજો ક્યાં દારૃ પીને આવ્યા હતા, તે અંગે તપાસ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
દારૃનો નશો કરીને કારમાં નીકળેલા બે મિત્રો પકડાયા 1 - image

વડોદરા,દારૃનો નશો કરીને કારમાં નીકળેલા બે મિત્રોને  પાદરા તાલુકાના કરખડી ગામ નજીકથી વડુ પોલીસે ઝડપી પાડયા હતા.

વડુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે કરખડી ગામ નજીક સ્મશાન પાસે વાહન ચેકિંગની કામગીરી કરતો હતો. તે દરમિયાન દૂધવાડા ગામ તરફથી એક કાર આવતા પોલીસે તે કાર ઉભી રખાવી હતી. કારમાં બે વ્યક્તિઓ બેઠી હતી. તેઓેને નીચે ઉતારીને ચેક કરતા તેઓએ દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. કાર ચાલક રિતેશ નરેશભાઇ પંચોલી ( રહે. દર્શન પાર્ક સોસાયટી, ખોડિયાર નગર) તથા તેની સાથે કારમાં બેઠેલા અન્ય શખ્સનું નામ હિતેશ સુબોધકુમાર મહેતા ( રહે. દીપમાળા સોસાયટી, બ્રાઇટ સ્કૂલની પાછળ, કારેલીબાગ) હોવાનું જણાયું હતું.  પોલીસે બંનેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારમાંથી  પોલીસને દારૃની બોટલ મળી નહતી. તેઓ ક્યાંથી દારૃ પીને આવ્યા હતા ? તે અંગે  પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News