Get The App

ગેસ રિફિલિંગનો કેસ નહિં કરવા ડિલિવરી બોયનું અપહરણ કરી તોડ પાડરના બે ડુપ્લિકેટ પોલીસ પકડાયા,બે ફરાર

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
ગેસ રિફિલિંગનો કેસ નહિં કરવા ડિલિવરી બોયનું અપહરણ કરી તોડ પાડરના બે ડુપ્લિકેટ પોલીસ પકડાયા,બે ફરાર 1 - image

વડોદરાઃ ગેસ એજન્સીના ટેમ્પોને અટકાવી પોલીસની ઓળખ આપી ગેસ રિફિલિંગનો કેસ નહિ ંકરવા માટે ડિલિવરી બોયનું કારમાં અપહરણ કરી રૃ.૪૪ હજાર પડાવી લેવાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર પૈકીના બે અપહરણકારને ઝડપી પાડયા છે.જ્યારે બીજા બે ના નામો ખૂલ્યા છે.

વડોદરા નજીક અંપાડ ગામે રહેતા અને કૃણાલ ચાર રસ્તા પાસે આવેલી મહાલક્ષ્મી ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું  કામ કરતા હરેશ સોલંકી(૩૦)એ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે હું,ચિન્ટુ અને ઇકબાલ સિલિન્ડર ભરેલો ટેમ્પો લઇને નીકળ્યા હતા.પોણા  બારેક વાગે અમે ન્યુ અલકાપુરી વિસ્તારમાં હેવન એન્કલેવ ગ્રાસ ફિલ્ડ નજીક ઉભા હતા ત્યારે કાળા રંગની નંબર પ્લેટ વગરની કિયા સેલ્ટોસ કારમાં ચાર જણા આવ્યા હતા.

આ પૈકી એક જણાએ વીડિયો ઉતારવા માંડયો હતો.જ્યારે બીજા એ પોલીસની ઓળખ આપી તમે ગેસ રિફિલિંગ કરો છો,સેટિંગ કરી લો નહિંતર ખૂબ માર પડશે તેમ કહી દમદાટી આપી હતી.ચાર પૈકીના બે અપહરણકારો ઇકબાલ પાસે ઉભા રહ્યા હતા જ્યારે પરેશ વાઘેલા નામનો અપહરણકાર અને તેના એક સાગરીતે મને અને ચિન્ટુને કારમાં બેસાડી દીધા હતા અને ભાયલી પોલીસ સ્ટેશન સુધી લઇ ગયા હતા.

ડિલિવરી બોયે કહ્યું છે કે,ત્યાં ફરીથી અમને પોલીસ કેસમાં ફિટ કરી અંદર પુરીને મારી નાંખવાની ધમકી આપી રૃ.૧ લાખની માંગણી કરવામાં આવી હતી.મારી પાસે રૃ.૨૦ હજાર રોકડા હતા તે તેમને આપી દીધા હતા.પરંતુ તેમણે આટલા થી કામ નહિં ચાલે તેમ કહી ધમકાવતાં વેચાણના રૃ.૯ હજાર પણ આપી દીધા હતા.

આમ છતાં તેઓ રૃ.૭૦ હજારની માંગણી કરતા હતા અને પરેશે તેના મિત્ર સલમાનના એકાઉન્ટમાં ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેતાં મેં મારા એક મિત્ર પાસે રૃ.૧૫ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારપછી તેઓ મને અને ચિન્ટુને ફરી ટેમ્પો હતો ત્યાં છોડીને ફરાર થઇ ગયા હતા.પોલીસે આ પૈકીપરેશ ઉર્ફે શિવો જયંતિભાઇ વાઘેલા અને રાજુ દાદાભાઇ આહિરેને ઝડપી પાડયા છે.

પરેશ વાઘેલા અને રાજુ આહિરે પાસા હેઠળ જેલ જઇ આવ્યા છે

ગેસ એજન્સીના ડિલિવરી બોયનું કારમાં અપહરણ કરી ખંડણી વસૂલવાના બનાવમાં ડીસીપી જૂલી કોઠિયાના માર્ગદર્શન મુજબ ચાર આરોપી પૈકી બે અપહરણકારોને પોલીસે ઝડપી પાડયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,પકડાયેલા ે આરોપી પૈકી પરેશ ઉર્ફે શીવો જયંતિભાઇ વાઘેલા(એકતાનગર,આજવારોડ) પ્રેસ રિપોર્ટર તરીકે ફરતો હોવાની માહિતી મળી છે.પરેશ સામે અગાઉ રાયોટિંગ, ચોરી, દારૃ,જુગાર જેવા ગુના નોંધાયેલા છે અને પાસા પણ થઇ છે.

જ્યારે,રાજુ દાદાભાઇ આહિરે(પૂનમ નગર,સયાજીપાર્ક,આજવારોડ) ગેસ એજન્સીનો કર્મચારી હોવાની અને તેની સામે અગાઉ અપહરણ,લૂંટ,જુગાર,મારામારી જેવા ગુના નોંધાયા છે.તે પણ પાસા હેઠળ જેલ જઇ આવ્યો છે.નકલી પોલીસ તરીકે તોડ પાડનાર અપહરણકારોમાં અજય રમેશ મારવાડી અને ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તો પઠાણના પણ નામ ખૂલ્યા છે.


Google NewsGoogle News