Get The App

વડસર રોડની કંપનીમાંથી ચોરી કરનાર બે કર્મચારીની ધરપકડ

ત્રીજા કર્મચારીની શોધખોળ : સ્ટીલનો સામાન ચોરી ગયા હતા

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
વડસર રોડની કંપનીમાંથી ચોરી કરનાર બે કર્મચારીની ધરપકડ 1 - image

વડોદરા,વડસર  રોડ પર  આવેલી કંપનીમાંથી ચોરી કરનાર બે કર્મચારીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વડસર રોડ અંબિકા ધામ ટેનામેન્ટમાં રહેતા વિઠગભાઇ રાજેન્દ્રભાઇ ચૌહાણ આલ્ફા ઇક્વિપમેન્ટ્સ નામની કંપની ચલાવે છે. તેમની કંપનીમાં સ્મશાનની સગડી બનાવવાનું કામ થાય છે.ગત તા. ૨૪ મી એ કંપનીના મેનેજર વૈભવ દેશમુખે સ્ટોકની ગણતરી કરતા કેટલોક સ્ટોક ઓછો જણાઇ આવ્યો હતો. જેથી, કારીગરોને  પૂછતા જાણવા મળ્યું હતું કે, કંપનીના ત્રણ કારીગરો (૧) વિક્રમ લક્ષ્મણભાઇ રાજપૂત ( રહે.  પરબડી ફળિયું, માણેજા) (૨) કલ્પેશ રમેશભાઇ  પરમાર (રહે. રામ નગર,  પી.એમ. યાદવ સ્કૂલની નજીક, મકરપુરા) તથા (૩) ચેતન શાહ ( રહે.ઇન્દિરા નગર, મકરપુરા) પર શંકા હોવાનું જણાઇ આવ્યું હતું. ૪૨,૩૦૦ રૃપિયાની ચોરી અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પી.એસ.આઇ. બિહોલાએ વિક્રમ અને કલ્પેશની ધરપકડ કરી ચોરીનો સામાન પૈકી કેટલોક સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News