Get The App

બળાત્કાર કેસમાં પકડાયેલા બગલામુખીના પાખંડી પ્રશાંત ગુરૃની બે શિષ્યા પોલીસને મળતી નથી

Updated: Dec 15th, 2020


Google NewsGoogle News
બળાત્કાર કેસમાં પકડાયેલા બગલામુખીના પાખંડી પ્રશાંત ગુરૃની બે શિષ્યા પોલીસને મળતી નથી 1 - image

વડોદરા,તા.15 ડિસેમ્બર,2020,સોમવાર

વડોદરાના બગલામુખી આશ્રમના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વોન્ટેડ બે શિષ્યાનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.

આખી રાત હવન કરાવી ભક્તોને પીડા અને વિધ્નો દૂર કરવા માટે સોનાના યંત્રો બનાવી આપવાના નામે રૃપિયા ખંખેરી લેનાર પ્રશાંત ગુરૃ સામે એક પરિણીત શિષ્યાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરાઇ હતી.

આ ઉપરાંત પાંચ વર્ષ પહેલાં પણ પ્રશાંતે એક સત્સંગી પરિવારની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી પુત્રીને ગોત્રીના દયાનંદપાર્ક ખાતેના આશ્રમમાં વેકેસન દરમિયાન સેવા માટે રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પીડિતાએ નોંધાવી હતી.

વિદ્યાર્થિનીએ પ્રશાંત ગુરૃની ત્રણ શિષ્યાએ તેને ધાકધમકી આપી ગુરૃજીની સેવા માટે મોકલી હોવાનો અને તે દરમિયાન પ્રશાંતે રાતે શક્તિનું સ્થાપન કરવાના નામે માઉથફ્રેશનર ગોળી ખવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ ગુનામાં પ્રશાંતની નિકટની શિષ્યા દિશા ઉર્ફે જોન સચવાણીની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી છે.જ્યારે,બે વોન્ટેડ શિષ્યા પૈકી દિક્ષા જસવાની ઉર્ફે દીદીમા ઓક્ટોબર મહિનામાં દુબઇ ચાલી ગઇ હોવાની વિગતો બહાર આવી છે.આજ રીતે ગુજરાતી ફિલ્મની કલાકાર ઉન્નતિ જોષીનો પણ હજી પત્તો લાગ્યો નથી.


Google NewsGoogle News