પાણીની ટાંકીમાં પડી જવાથી બે ના મોત ઃ વરસતા વરસાદમાં ચારના મોત

આજવા રોડ પર પાણીની મોટરમાંથી પાઇપ કાઢવા જતા દાઝેલો યુવાન સયાજીમાં સારવાર હેઠળ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News

 પાણીની ટાંકીમાં પડી જવાથી બે ના મોત ઃ વરસતા વરસાદમાં ચારના મોત 1 - imageવડોદરા,શહેરમાં વરસતા વરસાદમાં બે મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે પાણીની મોટરમાંથી પાઇપ કાઢવા જતા યુવાનને કરંટ લાગતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર  પાસે શ્રીજી વિલામાં રહેતા ૫૬ વર્ષના પરેશભાઇ બાબુલાલ શાહના ઘરે પાણીની મોટર ખરાબ થઇ જતા તેઓ મોટર જોવા ગયા હતા. લાંબા સમય સુધી તેઓ પરત નહીં આવતા તેમના પત્ની છાયાબેન જોવા ગયા હતા. ત્યારે જાણ થઇ કે, પરેશભાઇ પાણીની ટાંકીમાં પડી જવાથી ડૂબી જતા તેઓનું મોત થયું હતું.

સેવાસી ગામમાં  રહેતા ૫૪ વર્ષના શિલ્પાબેન અશોકભાઇ પટેલ ગઇકાલે પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાથી તેઓનું મોત થયું હતું.વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતા ૩૯ વર્ષના  રવિ અરવિંદભાઇ રાવલ ગઇકાલે ઘરે કપડા સૂકવતા હતા. તે દરમિયાન નીચે પડતા તેનું મોત થયું હતું.હરણી વારસિયા રીંગ રોડ પરની ચતુરભાઇ  પાર્ક સોસાયટીમાં રહેતા નેહાબેન મનોજભાઇ ચંદવાની ( ઉં.વ.૫૫) ગઈકાલે ઘરે પડી જતા તેઓનું મોત થયું હતું.

જ્યારે આજવા રોડ ચામુંડા નગરમાં રહેતો ૨૧ વર્ષનો પરમવીર દિનેશસિંહ સોલંકી ગઇકાલે બપોરે ઘરે પાણની ઇલેક્ટ્રિક મોટરમાંથી  પાઇપ કાઢતો હતો. તે સમયે તને કરંટ લાગતા  સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ  કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News