Get The App

ડિવાઇડર કૂદીને બાઇક કાર સાથે અથડાતા બેનાં મોત,એક ગંભીર

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
ડિવાઇડર કૂદીને બાઇક કાર સાથે અથડાતા બેનાં મોત,એક ગંભીર 1 - image


ગાંધીનગર નજીક આવેલા ભાટ-કોટેશ્વર માર્ગ ઉપર

અમદાવાદના કોતરપુર ખાતે રહેતા ત્રણ મિત્રો બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ગઇકાલે શહેર નજીક આવેલા ભાટ-કોટેશ્વર માર્ગ ઉપર બાઇક ઉપર જઇ રહેલા ત્રણ મિત્રોને અકસ્માત નડયો હતો અને બાઇક ડિવાઇડર કુદીને સામેથી પસાર થતી કાર સાથે અથડાયું હતું જેમાં બે મિત્રોના મોત નિપજ્યા હતા જ્યારે એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આ મામલે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ભાટ કોટેશ્વર રોડ ઉપર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે જે અંગે મળતી વિગતો પ્રમાણે, સરદાર નગર ,કોતરપુર-ભદ્રેશ્વર ખાતે રહેતા અમદાવાદાના સુરેશ ભીમાભાઇ પરમાર તેમના બે મિત્રો ગોપાલ રામજીભાઇ ચૌધરી તેમજ ગણેશ મોતીભાઇ રાઠોડ બાઇક ઉપર ભાટ કોટેશ્વર રોડ ઉપરથી પસાર થઇ ગયા હતા ત્યારે સુરેશ બાઇક ચલાવી રહ્યો હતો અને બાઇક ઉપરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર કુદીને સામેથી આવતી કાર સાથે અથડાયું હતું. જે અકસ્માતની ઘટનામાં સુરેશ અને ગણેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ગોપાલ ચૌધરીને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

 આ સંદર્ભે કારના ચાલક તેજસ જીતેન્દ્રભાઇ શ્રીમાળીની ફરિયાદને આધારે અડાલજ પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  


Google NewsGoogle News