Get The App

20.88 લાખનો દારૂ મોકલનાર મહિલાને બે દિવસના રિમાન્ડ

દારૂના સપ્લાયર અને વડોદરામાં ડિલીવરી લેનાર આરોપીઓના નામ ખૂલ્યા

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
20.88 લાખનો દારૂ મોકલનાર મહિલાને બે દિવસના રિમાન્ડ 1 - image

વડોદરા, સ્કોટલેન્ડ બનાવટની સ્કોચ વ્હિસ્કીનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં મંગાવનાર મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી હતી. વારસિયા પોલીસે મહિલાની ધરપકડી કરી આ કેસની તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ગત ૨૮ મી એપ્રિલે પીસીબી પોલીસે  હાઇવે સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરની બાજુમાં આવેલા મિનાક્ષી કંપાઉન્ડમાં સી.આર.આઇ. રોડવેઝ પ્રા.લિ. નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.  સ્કોટલેન્ડ બનાવટની રેડ લેબલ સ્કોચ વ્હિસ્કીની 1,044 બોટલ કિંમત રૂપિયા 20.88 લાખની કબજે કરવામાં આવી હતી.  આ ગુનામાં પોલીસે  સોનલ ભદ્રસિંહ ઠાકોર ( રહે. પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વિલા, ગોત્રી સેવાસી રોડ, મૂળ રહે. દિપક સોસાયટી, ન્યૂ સમા રોડ) ની ધરપકડ કરવામાં આવી હતી. વારસિયા  પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન હરિયાણાથી દારૂ સપ્લાય કરનાર તેમજ વડોદરામાં દારૂની ડિલીવરી લેનાર આરોપીઓના નામો ખૂલતા પોલીસે તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News