આઈપીએલની હરાજીમાં વડોદરાના બે ક્રિકેટરને ખરીદવામાં આવ્યા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News

આઈપીએલની હરાજીમાં વડોદરાના બે ક્રિકેટરને ખરીદવામાં આવ્યા 1 - image

વડોદરાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સિઝન માટે આજે યોજાયેલા મિની ઓક્શનમાં વડોદરાના એક ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.જ્યારે અન્ય એક ક્રિકેટર આકાશ સિંઘને હૈદ્રાબાદની ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ઓક્શન માટે વડોદરાના કુલ ૩૮ ક્રિકેટરોનુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ.ઓક્શન  દરમિયાન આ પૈકીના ચાર ખેલાડીઓના  નામ બોલાયા હતા.

આ  પૈકી શિવાલિક શર્માને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેઝ પ્રાઈઝ પર એટલે કે ૨૦ લાખ રુપિયામાં ખરીદયો હતો.જ્યારે આકાશ સિંઘને હૈદ્રાબાદ દ્વારા તેની બેઝ પ્રાઈઝ પર એટલે કે ૨૦ લાખ રુપિયામાં ખરીદવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.


Google NewsGoogle News