વડોદરાના કારેલીબાગમાં ફાયર NOC વગર બે કોમ્પ્લેક્સ અને મોલ સીલ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગમાં ફાયર NOC વગર બે કોમ્પ્લેક્સ અને મોલ સીલ 1 - image


Vadodara Fire Safety Drive : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી પ્રત્યે બેદરકારી બદલ બે કોમ્પલેક્ષ તેમજ એક મોલને સીલ કરવામાં આવ્યા હતા. 

રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ, હાઇરાઇઝ બિલ્ડીંગો મોલ સહિતના સ્થળોએ ફાયર સેફટી માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

ગઈકાલે ફાયર બ્રિગેડ 10 હોસ્પિટલ અને ત્રણ સ્કૂલ સહિત કુલ 16 જણાને નોટીસ આપી હતી. આજે ફાયર બ્રિગેડની ટીમે કારેલીબાગ વિસ્તારમાં અમિત નગર સર્કલ પાસે આવેલા વીઆઈપી વ્યુ કોમ્પલેક્ષ તેમજ આમ્રપાલી કોમ્પલેક્ષમાં ફાયર સેફટીની બેદરકારી બદલ વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. આ ઉપરાંત બંસલ મોલનું પણ કનેક્શન કાપી નાખ્યું હતું.


Google NewsGoogle News