ચંદ્રાલા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે બે પકડાયા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ચંદ્રાલા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે બે પકડાયા 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

વલાદના શખ્સને પકડીને ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે કારમાં લઈ જવાતા વિદેશી દારૃના જથ્થા સાથે ઉદયપુરના બે શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા અને ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા ચંદ્રલા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખવામાં આવી હતી. જેમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારૃની ૬૦ જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર રાજસ્થાન ઉદયપુરના ગજરાજ સિંહ ઉર્ફે ગજજુ લાલસીંગ પવાર અને વિક્રમસિંહ પહાડીસીંગ સિસોદિયાને ઝડપી લીધા હતા ૧.૫૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ તેમની પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને આ દારૃનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News