વડોદરા: એલ એન્ડ ટી કંપનીમાંથી સીપીયુની ચોરી કરનાર બે ઝડપાયા

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
વડોદરા: એલ એન્ડ ટી કંપનીમાંથી સીપીયુની ચોરી કરનાર બે ઝડપાયા 1 - image


Image: Freepik

આજવા ચોકડી પાસે આવેલી એલએન્ડટી કંપની માંથી 1.26 લાખના સીપીયુ ની ચોરી કરનાર બે તસ્કરને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને તસ્કર પાસેથી પોલીસે 72 હજારના 24 નંગ સીપીયુ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ હાઇવે આઠ પર આજવા ચોકડી પાસે આવેલી એલ.એન્ડ.ટી કંપનીના આઈ.ટી હેડ  વિજ્યાલક્ષ્મી  શૈલેષ દાસે 28 જૂન ના રોજ ફરીયાદ નોધાવી હતી કે ડિસેમ્બર -૨૦૨૩થી આજરોજ સુધી અલગ અલગ સમયે એલ એન્ડ ટી કંપનીના અલગ અલગ વિભાગમાંથી ડેલ ઓપ્ટીપ્લેક્ષ ૩૦૦૦ સીરીજના કોમ્પ્યુટરના સી.પી.યુ. આશરે નંગ- 42ની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયું હતું. જેથી કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.જાદવની સુચના મુજબ  અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે ચોરની શોધ ખોળ હાથ ધરી હતી. દરમિયાન એલ એન્ડ ટી માં થી સીપીયુ ની ચોરી કરનાર અક્ષય મનુભાઈ રોહિત  તથા મયંક ઘનશ્યામભાઈ રાયને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા એલ એન્ડ ટી કંપની માંથી સીપીયુ ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેમની પાસેથી ડેલ કંપનીના કોમ્પ્યુટરના સી.પી.યુ. નંગ- 24 રુ.72 હજારના મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News