હાઇવે પર ગેરકાયદે રીતે લિક્વિડ એરિયા વેચતા બે ઝડપાયા

કંપનીએ પોલીસને સાથે રાખી દરોડો પાડયો : ૧.૮૦ લાખનેા મુદ્દામાલ કબજે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
હાઇવે પર  ગેરકાયદે રીતે  લિક્વિડ એરિયા વેચતા બે ઝડપાયા 1 - image

વડોદરા,તરસાલી હાઇવે નજીક ગોપાલ કૃષ્ણ હોટલના  કંપાઉન્ડમાં ડૂપ્લિકેટ લિક્વિડ યુરિયા બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતુ હતું. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી  પાડી ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમદાવાદ સીટીએમ વિસ્તારની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતો રવિ  પટેલ ઇ.આઇ.પી.આર. કંપનીમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. તેની કંપની અને ટાટા ડી.ઇ.એફ. ( યુરિયા) કંપનીએ અલગ - અલગ ઓઇલ કંપનીઓ સાથે કરાર કર્યા છે. જેમાં અનધિકૃત રીતે ઓઇલનો ધંધો કરનાર સામે ફરિયાદ કરવાની હોય છે. રવિ  પટેલને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે - ૪૮ પર તરસાલી નજીક આવેલી ગોપાલ કૃષ્ણ હોટલના કંપાઉન્ડમાં ટાટા ડી.ઇ.એફ. ( યુરિયા) કંપનીના ટ્રેડમાર્ક તથા સ્ટીકરનો ઉપયોગ કરી ડૂપ્લિકેટ ઓઇલનું વેચાણ થઇ રહ્યું છે. જેથી, મકરપુરા  પોલીસને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા હોટલ નજીક બાંધેલા છાપરામાં ચેક કરતા યુરિયા કંપનીના નામથી સફેદ કલરની ૨૦ લિટરની ડોલ તથા ટાંકાઓમાં ડૂપ્લિકેટ ડી.ઇ.એફ. યુરિયા બનાવટી હોવાનું જાણવા છતાંય વેચાણ કરતા હતા. સફેદ કલરની ૨૦ લિટરની ૫૦ ડોલ તથા એક હજાર લિટરના બે સફેદ ટાંકામાં બે  હજાર લિટર યુરિયા લિક્વિડ મળી આવ્યું હતું. સ્થળ પરથી  ભરત અર્જુનભાઇ ભરવાડ  તથા રાજેશ શીવાભાઇ ભરવાડ  (બંને રહે.રામોલ ગરુડીયો ટેકરો, વટવા જી.આઇ.ડી.સી. અમદાવાદ) મળી આવ્યા હતા.પોલીસે લિક્વિડ યુરિયા તથા મોટર મળી કુલ  રૃપિયા ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News