Get The App

કરજણ તાલુકાના સાપા ગામે પીકપ વાનમાં લઈ જવાતા બે પશુઓ કબજે લેવાયા

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
કરજણ તાલુકાના સાપા ગામે પીકપ વાનમાં લઈ જવાતા બે પશુઓ કબજે લેવાયા 1 - image

image : Filephoto

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાપા ગામે પીકપ વાનમાં કતલખાને લઈ જવાતી બે ગાયોને પોલીસે બચાવી લીધી હતી. અને બંને પશુઓને પાંજરાપોળમાં મોકલી દીધી હતી. પીકપ વાન કબજે લઈને ડ્રાઇવર સહિત બેની અટકાયત કરી હતી. તેમજ એક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોલીસને બાતમી મળી હતી કે સાપા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં પીકઅપ વાનમાં કતલખાને પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. તેથી ગત સાંજે 5:00 વાગ્યે વોચ ગોઠવી હતી. દરમિયાન પસાર થતાં વાનને અટકાવી તપાસ કરતા તેમાંથી બે ઘરડી ગાય જોવા મળી હતી તેથી પોલીસે વાનનો કબજો લીધો હતો તેમ જ પાદરા તાલુકાના વેનિયાપુર ગામના રાજેશ ચૌહાણ અને મછલી તલાવડી ગામના પિનાકીન ગોહિલની અટકાયત કરી હતી. જ્યારે ભરૂચ જિલ્લાના ઇખર ગામના સલીમ ચિતાની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News