Get The App

મોબાઈલ એડિક્શનના બે વિચિત્ર કિસ્સા, એક યુવતી નસ કાપવા અને બીજી ફાંસો ખાવા તૈયાર

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
મોબાઈલ એડિક્શનના બે વિચિત્ર કિસ્સા, એક યુવતી નસ કાપવા અને બીજી ફાંસો ખાવા તૈયાર 1 - image

image : Freepik

Mobile Addiction : મોબાઈલના એડિક્શનને કારણે કુમળી વયના બાળકો ઉપર કેવી ગંભીર અસર પડી રહી છે તેની પ્રતીતિ કરાવતા બે કિસ્સા અભયમ સમક્ષ આવ્યા છે. એક કિસ્સામાં અભયમે કિશોરીને નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી પડી હતી તો બીજા કિસ્સામાં યુવતીને સમજાવતા નાકે દમ આવી ગયો હતો. 

સગીર પ્રેમી દ્વારા બ્લેકમેલિંગ છતાં વિદ્યાર્થીની લગ્નની જીદ અને મોબાઇલ ચેટિંગ છોડવા તૈયાર નથી

એક કિસ્સામાં માતા પિતાએ અભયમને કહ્યું હતું કે અમારી પુત્રી 18 વર્ષની થવા આવી છે. મોબાઈલ વગર તેને ચાલતું નથી. ઘરમાં તોડફોડ કરે છે અને મોબાઈલ લઈ લઈએ તો ચપ્પુથી હાથની નસ કાપે છે. અમારી પુત્રી એક સગીર વયના પ્રેમી સાથે ચેટિંગ કરે છે. પહેલા અમને એવું હતું કે છોકરો સારો છે એટલે ભવિષ્યમાં લગ્ન કરાવી દઈશું. પરંતુ ચેટિંગ જોતા છોકરો તમારી પુત્રીને ખૂબ જ ગલીચ ભાષામાં વાત કરે છે અને અમને પણ ગાળો ભાંડે છે.

અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરતા તેણે કહ્યું હતું કે મોબાઈલ વગર મને ચાલવાનું નથી. લગ્ન કરીશ તો પણ આ યુવક સાથે જ કરવાની છું. તેણે ફરીથી ચપ્પુ વડે નસ કાપવાની ધમકી આપતા અભય અમે તેને નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરી હતી. 

પંખા સાથે દુપટ્ટો બાંધી યુવતીની ધમકી મોબાઈલ વગર જીવવું મુશ્કેલ 

અન્ય એક કિસ્સામાં મોબાઈલ ની લતે ચડેલી 19 વર્ષીય યુવતી તેના માતા પિતાને વારંવાર ધમકાવી રહી છે. મા બાપે અભયમને કહ્યું હતું કે, અમારી દીકરી આખો દિવસ કોઈ છોકરા સાથે મોબાઇલ પર વાતો કરી રહી છે. મોબાઇલને હાથ પણ લગાડવા દેતી નથી અને અમે કંઈ પણ કહીએ છીએ તો મોબાઈલ વગર જીવી શકું નહીં તેમ કહી પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરવાની ધમકી આપે છે. અભયમની ટીમે તેનું કાઉન્સિલિંગ કરી પોલીસને પણ જાણ કરી હતી.


Google NewsGoogle News