કારમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર ઝડપાઇ ગયા

૨.૮૮ લાખનો દારૃ, કાર સહિત ૬.૪૮ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
કારમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર ઝડપાઇ ગયા 1 - image

વડોદરા,કારમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયરને પોલીસે  ઝડપી પાડી ૨.૮૮ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.

વરણામા પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલી કાર ડભોઇ રોડ કેલનપુર આઉટ પોસ્ટ પાસેથી  પસાર થવાની છે. જેથી, પોલીસે કેલનપુર આઉટ પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા તેને ઉભી  રાખી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન મળી ૨,૧૬૦ બોટલ કિંમત  રૃપિયા ૨.૮૮ લાખનો દારૃનો જથ્થો મળી આવ્યો હતો.  પોલીસે  હિરેન જગદીશભાઇ પટેલ ( રહે. ભાગ્ય લક્ષ્મી સોસાયટી, આજવા રોડ) તથા ભરત પોહલાભાઇ રાઠવા ( રહે. ડુંગર ગામ,ચણોઠીયા ફળિયું, તા.કવાંટ, જિ.છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા. જ્યારે દારૃ ભરાવનાર સંજય  હરસિંગભાઇ રાઠવા, પ્રકાશ ગજેન્દ્રભાઇ રાઠવા તેમજ વિદેશી દારૃ આપનાર વિકાસ ચૌહાણ તેમજ દારૃ મંગાવનાર મયૂર રાઠવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૃપિયા ૬.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News