ટ્રેનમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર ઝડપાયા

બે લાખ ઉપરાંતનો દારૃ કબજે કરતી પોલીસ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ટ્રેનમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર ઝડપાયા 1 - image

 વડોદરા,ટ્રેનમાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયરને રેલવે એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી બે લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.

પ.રેલવે એલ.સી.બી.નો સ્ટાફ પ્રતાપ નગર રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં દારૃ લઇને આવતા અજય જગદીશભાઇ પટેલ ( રહે. ન્યૂ ગીરી નગર, ઇન્દોર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી દારૃની ૪૪ બોટલ કિંમત રૃપિયા ૧.૦૨ લાખની કબજે કરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક આરોપી ધર્મેન્દ્ર મહાવીરસિંહ ગરાડિયા ( રહે. ખાસપુર ગામ,તા.થાના સિકંદરારાવ,જિ.હાથરસ, મધ્યપ્રદેશ) ને આ જ ટ્રેનમાં વિદેશી દારૃની ૪૫ બોટલ કિંમત રૃપિયા ૧.૦૫ લાખની સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે વેદપ્રકાશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News