રિક્ષામાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર હાઇવે નજીકથી ઝડપાયા

વારસિયા રોડ શિવધારા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૃ કબજે : બે વોન્ટેડ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
રિક્ષામાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયર હાઇવે  નજીકથી ઝડપાયા 1 - image

 વડોદરા,રિક્ષામાં વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયરને મકરપુરા  પોલીસે હાઇવે પરથી ઝડપી પાડયા હતા. જ્યારે વારસિયા રોડ પરના એપાર્ટમેન્ટમાંથી સિટિ  પોલીસે દારૃ કબજે કર્યો છે.

સિટિ પોલીસને માહિતી મળી હતી કે, વારસિયા રોડ પર શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ અંબાલાલ સોલંકી અને સાહિલ ગણપતભાઇ રાજપૂતે પોતાના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિદેશી દારૃની ૨૧૩ બોટલ કિંમત રૃપિયા ૨૬,૭૬૫ ની મળી આવી હતી. પોલીસે દારૃ કબજે લઇ ગુનો દાખલ કરી બંને આરોપીઓેનેે વોન્ટેડ જાહેર કર્યા છે.

જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, દંતેશ્વરમાં રહેતો રોહિત ઉર્ફે જાડિયો તથા વિહાર ટોકીઝ પાછળ રહેતો મયૂર રાઠોડ વિદેશી દારૃ લઇને નેશનલ હાઇવે - ૮ પર જાંબુવાથી તરસાલી તરફ જવાના રોડ પર આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટ પાસે આવવાના છે. જેથી, પી.આઇ. જે.એન.પરમારની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવીને મયૂર પ્રવિણભાઇ રાઠોડ ( રહે. સ્લમ ક્વાટર્સ, જૈન દેરાસરની સામે, વિહાર ટોકીઝ પાછળ, પ્રતાપ નગર) તથા રોહિત ઉર્ફે જાડિયો રમેશભાઇ વણજારા ( રહે. અનુપમ નગર, દંતેશ્વર)ને ઝડપી પાડયા હતા. પોલીસે રિક્ષા તથા બિયરના ૧૯૨ ટીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News