Get The App

ઓડી કારમાં દારૃ પીને નીકળેલા બે ભાઇઓ ઝડપાયા

રાતે અટલાદરા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પકડાઇ ગયા

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ઓડી કારમાં દારૃ પીને નીકળેલા બે ભાઇઓ ઝડપાયા 1 - image

 વડોદરા,ભાયલી ગામમાં રહેતા બે ભાઇઓ રાતે દારૃનો નશો કરીને કારમાં નીકળ્યા હતા. અટલાદરા પોલીસે તેઓને અટલાદરા ચેક  પોસ્ટ પાસે ઝડપી પાડયા છે.

અટલાદરા  પોલીસનો સ્ટાફ ગઇકાલે વાહન ચેકિંગની કામગીરી કરતો હતો. તે  દરમિયાન અટલાદરા સ્વામિ નારાયણ મંદિર તરફથી એક કાળા કલરની ઓડી કાર રોડ પર વાંકી ચૂંકી ચાલતી હોવાથી પોલીસે કારને ઉભી રખાવી હતી. પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ દક્ષેશ રમણભાઇ  પટેલ  તથા તેની બાજુમાં બેઠેલા વ્યકિતનું નામ હિતેશ રમણભાઇ પટેલ ( બંને રહે. પટેલ વાડીની બાજુમાં, ભાયલી) હોવાનું જણાવ્યું હતું.  પોલીસને શંકા ગઇ હતી કે, બંનેેએ દારૃનો નશો કર્યો છે. જેથી,  પોલીસે  તેઓને કારમાંથી નીચે ઉતારી ચલાવી જોતા તેઓ વ્યવસ્થિત ચાલી શકતા નહતા. પોલીસે બંનેની સામે પ્રોહિબિશિનનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.


Google NewsGoogle News