સહિયારી મિલકત પર બે ભાઈઓએ બારોબાર 44.56 લાખની લોન લઈ લીધી : ત્રીજા ભાઈએ ફરિયાદ કરી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
સહિયારી મિલકત પર બે ભાઈઓએ બારોબાર 44.56 લાખની લોન લઈ લીધી : ત્રીજા ભાઈએ ફરિયાદ કરી 1 - image


Vadodara Fraud Case : વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલી સહિયારી મિલકત હોવા છતાં બે ભાઈઓએ એક ભાઈની જાણ બાદ મિલકત પર 44.56 લાખની લોન લઈ લીધી હતી. બોગસ વ્યક્તિઓ ઊભા કરીને તેમની સહી કરાવી મિલકતનો હક જતો કરવાનો લેખ લખી આપ્યો હતો. જેથી ખુદભાઈએ જ બે ભાઈઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં પ્રથમ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા અરર્વિદસિંધ તાલેવરસિંઘે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું એરફોર્સ સૈનિકની નોકરીમાંથી નિવૃત્ત જીવન ગુજારું છું. વર્ષ 2023માં મારા મોબાઈલ ફોનમાં ફાયનાન્સિયલ સિવિલ સ્કોર માટેનો મેસેજ આવ્યો હતો. પરંતુ મેં કોઈ જગ્યાએ બેંકમાં સિવીલ સ્કોર કઢાવેલ ન હોય તેમ છતાં મારા મોબાઇલ ફોનમાં શા માટે મેસેજ આવેલ છે ? તે વખતે હું આગ્રા ખાતે હતો. જેથી મેં મારા વતન આગ્રા ખાતે બેંકમાં જઈ તપાસ કરતા કોઈ સત્ય હકિકત જાણવા મળેલ ન હતી. જેથી જે તે વખતે હું આગ્રા ઉત્તરપ્રદેશ ખાતે હોવાથી મારા દિકર ઉત્પર્યને વડોદરા ખાતે આવેલ મારી બેંક ફતેગંજ શાખામાં તપાસ કરતા ટાટા કેપિટલમાંથી સિવિલ સ્કોર આવેલ છે તેવી હકિકત જણાય આવતા મેં તથા મારા દિકરાએ આ બાબતે ટાટા કેપિટલ ખાતેની ઓફિસમાં જઈ તથા અન્ય સરકારી કચેરીઓમાં જઈ તપાસ કરતા કરાવતા મારા પિતાજીનું માલિકીનું મકાન જાંબુઆ જકાતનાકા કંપની પાછળ ગાયત્રી નગર સોસાયટીમાં આવેલા મકાન આવેલું હતું. જે મકાન મારા પિતાજીએ ગાયત્રી ડેવલોપર્સ પાસેથી ખરીધ્યું હતું પરંતુ મારા પિતાજી તથા માતાના મૃત્યુ પછી તેમાં વારસાઈ નોંધ મારું તથા મારા બંને ભાઈઓ ચઢાવ્યા હતા.

તે અગાઉ મને મારી માતાએ ઉત્તરપ્રદેશ ખાતે આવેલ મકાન અને આ માણેજા ખાતે આવેલ મકાન મારા બાકીના બે ભાઈઓને આપવાનું વીલમાં લખી આપ્યું હતું. ત્યારબાદ મારા બંને ભાઈઓ મકાન ઉપર સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંકમાંથી મારા ડોક્યુમેટ ઉપર ગઈ રૂ.31.21 લાખની હાઉસીંગ લોન લીધી હતી. માણેજા સબ રજીસ્ટાર કચેરી-માંજલપુર ખાતે લેખ મારી મરજી વિરૂધ્ધ થયેલ હોવાનું મને જાણવા મળતા હું માણેજા સબ રજીસ્ટાર કચેરી-માંજલપુર ખાતે જઈ તપાસ કરતા મારા બંને ભાઈ હિતેન્દ્રસિંધ, શૈલેન્દ્ર સિંધએ બે સાક્ષીઓ નિલેશ શિવાજીરાવ સાલેકર તથા અજયભાઇ જયંતીભાઈ સોલંકીને રાખી મારી જગ્યાએ અન્ય કોઇ ડમી વ્યક્તીને ઉભો કરી મારી ખોટી સહીઓ કરી હક જતો કરવાનો લેખ તૈયાર કરાવ્યો હતો. જે મારો બિન અવેજી હક્ક કરવાનો લેખ આધારે મારા બંને ભાઈએ મને મકાનનો ભાગ આપવો ન પડે માટે લેખ આધારે મારા શૈલેન્દ્ર સિંગે તેના નામે ટાટા કેપીટલ હાઉસીંગ ફાઇનાંસ લી.માં 44.56 લાખની લોન લઈને મારી સાથે ઠગાઈ કરી છે.


Google NewsGoogle News