તોડેલો રોડ સરખો કરવાનું કહેતા બે ભાઈઓનો વૃદ્ધ ઉપર હુમલો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
તોડેલો રોડ સરખો કરવાનું કહેતા બે ભાઈઓનો વૃદ્ધ ઉપર હુમલો 1 - image


ગાંધીનગર નજીક આવેલા અમીયાપુરની વસાહતમાં

સોસાયટી દ્વારા ઝાડ કાપવા બાબતે પણ વિરોધ કરાયો હતો  : પોલીસે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી અમીયાપુરની વસાહતમાં ઝાડ કાપવા બાબતે વસાહતીઓના વિરોધ બાદ તૂટેલો રોડ સરખો કરવાનું કહેતા વૃદ્ધ ઉપર બે ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણ ગાંધીનગર નજીક આવેલી અમીયાપુરની નેમિશ્વરપાર્ક વસાહતમાં રહેતા ભરતભાઈ રાજપુરોહિતે ફરિયાદ આપી હતી કે તેઓ સોસાયટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપે છે. સોસાયટીમા પ્લોટ નંબર બી-૨૯ મા નવુ મકાન બનાવવાનુ કામ હાલ ચાલુ છે. અહીં રહેતા સંજય શર્મા સોસાયટીમા અલગ અલગ પ્લોટોમા પ્લોટના માલિકને પુછયા વગર વૃક્ષો કાપી નાખ્યા હતા. જે બાબતે તમામ પ્લોટના તેમજ મકાન માલિકોએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ બાબતે સંજય શર્મા દાદાગીરી કર્યા કરે છે તેમજ તે પોતાનું મકાન બનાવવા માટે રેતી કપચીના આઇવા પણ સોસાયટીમાં લાવતા હોવાથી રોડ અને શેડને પણ નુકશાન થયું હતું. જે અંગે પણ સોસાયટીના સભ્યોએ જાણ કરી હોવા છતાં સંજય શર્માએ રોડ રીપેર કરાવ્યા ન હતા ત્યારે ભરતભાઈએ પોતાના મકાન આગળનો રોડ સરખો કરાવી દેવા માટે કહ્યું હતું. જેથી તે એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેના સગા ભાઈને બોલાવી લીધા હતા. બાદમાં સંજય અને સુનીલ શર્માએ ભરતભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે ભરતભાઈની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News