વડોદરાના આજવા રોડ ખાતે જુના ઝઘડાની અદાવતે હુમલો: બે ભાઈ ઘાયલ
Vadodara Crime News : વડોદરા શહેરના આજવા રોડ પર જૂના ઝઘડાની અદાવતે ટેમ્પો ડ્રાઇવર સાથે બે શખ્સોએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચાકુથી ડ્રાઇવર અને તેના ભાઈ ચાકુથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાપોદ પોલીસે ગુનો નોંધી બે શખ્સોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર રામગઢ ઝૂંપડપટ્ટી માં રહેતા રાજેશભાઈ બાબુભાઈ કહાર ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 9 મે ના રોજ બપોરના સવા બે વાગ્યાના સુમારે હું મારો ટેમ્પો લઈ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે એકલો બેઠો હતો. ત્યારે મારી પાસે રાકેશભાઈ જગદીશભાઈ કહાર ઉર્ફે શબુ બોબડી તથા તેનો ભાઈ છોટુ આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મને તારી સાથે અગાઉ થયેલા ઝઘડાના કારણે હું ઘણો હેરાન થયો છું તેમ કહીને જૂની અદાવત રાખી મને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી મેં તેને ગાળો બોલવા ના કહેતા તેઓએ મને માર માર્યો હતો અને ત્યારબાદ ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો. દરમિયાન મારો ભાઈ નારાયણભાઈ કાહર મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ચાકુથી હુમલો કર્યો હતો. જ્યારે છોટુએ પેવર બ્લોક મને છુટ્ટો માર્યા હતા. નારાયણભાઈને માથાના પાછળના ભાગે ઇજાઓ થઈ હોય 108 એમ્બ્યુલન્સમાં સરળ માટે એસએસજી હોસ્પિટલમાં થશે ખસેડાયા હતા. બાપોદ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.