Get The App

હાઇવે પર બાઇક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતા બે ભાઇના મોત

ત્રીજો ભાઇ ગંભીર ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ : એપીએમસી માર્કેટથી પરત ઘરે જઇ રહ્યા હતા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
હાઇવે પર બાઇક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતા બે ભાઇના મોત 1 - image

વડોદરા,હાઇવે પર આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે એલ એન્ડ ટી કંપનીના ગેટ પાસે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થતા ત્રણ ભાઇઓને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી બે પિતરાઇ ભાઇના કરૃણ મોત થયા છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, દંતેશ્વર અનુપમ નગરમાં રહેતો સરવન હરિપ્રસાદ શર્મા ( ઉંં.વ.૩૨) તેનો સગો ભાઇ કરણ(ઉં.વ.૨૬ ) તથા પિતરાઇ ભાઇ રોહિત રામસીંગભાઇ ભૈયા (ઉં.વ.૨૬) શાકભાજીનો ધંધો કરે છે. આજે બપોરે તેઓ એ.પી.એમ.સી. માર્કેટ ગયા હતા. ત્યાંથી તેઓ બાઇક લઇને પરત ઘરે આવતા હતા. આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે એલ એન્ડ ટી કંપનીના ગેટ  પાસે એક પીકઅપ વાન સાથે અકસ્માત થતા ત્રણેય ભાઇઓને ગંભીર ઇજા થઇ હતી. રોહિત અને સરવનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે કરણને સારવાર માટે સૌ પ્રથમ સયાજી અને ત્યારબાદ ખાનગી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા  પીકઅપ વાનના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.


એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ માટે ગયા હતા

 વડોદરા,પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સરવનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને છ મહિનાનો પુત્ર પણ છે. જ્યારે ઇજાગ્રસ્ત કરણના બે મહિના અગાઉ લગ્ન થયા હતા. રોહિતના લગ્ન થયા નથી. ત્રણેય ભાઇઓ એપીએમસી માર્કેટમાંથી ઘરે શાકભાજી લાવી ફેરી કરે છે. આજે બપોરે ત્રણેય ભાઇઓ શાકભાજીના કામ માટે એપીએમસી માર્કેટ ગયા હતા.ત્યાંથી  પરત આવતા સમયે અકસ્માત થયો હતો.


વાન ચાલકે અકસ્માત પછી તરત બ્રેક મારી હોત તો બે ભાઇના જીવ બચી જાત

 વડોદરા,પોલીસે અકસ્માતના ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં બાઇક રોડની સાઇડ પર જ ચાલી રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા પીકઅપવાનના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી અંદાજે ૫૦ ફૂટ સુધી ઢસડયા હતા. અકસ્માત પછી પણ વાન ચાલકે તરત બ્રેક મારી નહતી. જો તરત જ બ્રેક મારી વાહન ઉભું કરી દીધું હોત તો ત્રણેય બે ભાઇઓના જીવ બચી જાત.


Google NewsGoogle News