વડોદરાના બકરાવાડી વિસ્તારમાં નાણાની ઉઘરાણીમાં બે ભાઈઓ પર કાતરથી હુમલો

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના બકરાવાડી વિસ્તારમાં નાણાની ઉઘરાણીમાં બે ભાઈઓ પર કાતરથી હુમલો 1 - image


- બકરાવાડીમાં બાકી નીકળતા પૈસાની ઉઘરાણી માટે બોલાચાલી કરે ટેલરિંગની દુકાન ચલાવતા વેપારીએ બે ભાઈઓ પર કાતર વડે હુમલો કર્યો હતો.

વડોદરા,તા.18 માર્ચ 2024,સોમવાર

વડોદરામાં બકરાવાડી રોહિત પોળમાં રહેતા ચિરાગભાઈ બાબુભાઈ પરમાર ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા કૌટુંબિકભાઈ કૈલાશ ચંદુભાઈ પરમાર રહેવાસી બકરાવાડી સોની વાડીએ જાંબુડીકૂઈ નાની માર્કેટની પાછળ રહેતા જીતેન્દ્ર હસમુખભાઈ ચાવડા પાસેથી 20 હજાર રૂપિયા લીધા હતા. જે પૈસા તેઓને દર મહિને 2000 લેખેનો હપ્તો વ્યાજના 10% લેખે ગણીને આપે છે. ગઈકાલે સાંજે 6:30 થી 07:00 વાગ્યાની આસપાસ જીતેન્દ્રભાઈ ચાવડા મારા ભાઈના ઘરે તેઓના નીકળતા પૈસા લેવા માટે ગયા હતા. પરંતુ મારા ભાઈ ઘરે ન હતા. મારા ભાઈને આ અંગેની જાણ થતા તેઓ જીતેન્દ્રભાઈ ચાવડાને કહેવા માટે તેમની ચાવડા ટેલર નામની દુકાને ગયા હતા અને કહ્યું હતું કે તમે ઘરે આવીને કેમ ગાળો બોલતા હતા અને શા માટે તમે મારા ઘરે ગયા હતા. જેથી મારા ભાઈ કૈલાશ અને જીતેન્દ્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. હું ત્યાં નજીકમાં જ બેઠો હોય હું પણ ત્યાં ગયો હતો. જીતેન્દ્રએ મારા ભાઈ કૈલાસની ફેટ પકડી જપાજપી કરતા હોવાથી કૈલાશભાઈના માતા ગુલાબબેન છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જીતેન્દ્રભાઈ ચાવડાની પત્નીએ તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને જાતિ વિષયક શબ્દો બોલતા હતા અમે તેમ નહીં બોલવાનું જણાવતા જીતેન્દ્રભાઈએ અમારા અમે બંને ભાઈઓ પર ઉસકેરાઈને દુકાનમાંથી કાતર લઈ આવી મારા ભાઈ પર હુમલો કરવા જતા મારો ભાઈ પાસે ખસી જતા કાતર મારા જમણાં હાથની કોણીના ભાગે વાગી ગઈ હતી. જીતેન્દ્રભાઈએ તેમના પુત્રને ફોન કરીને બોલાવ્યો હતો તે પણ આવી ગાળો બોલી કાતર લઇ મારવા દોડ્યો હતો તે દરમિયાન નજીકમાં ઉભેલા છોકરાઓએ તેને પકડી લીધો હતો.


Google NewsGoogle News