છેડતી કરતા હોવાની શંકા રાખી બે ભાઈઓ પર હુમલો

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
છેડતી કરતા હોવાની શંકા રાખી બે ભાઈઓ પર હુમલો 1 - image

image : freepik

- છોકરીઓની છેડતી કરતા હોવાની શંકા રાખીને ગામના બે યુવાનોએ બે ભાઈઓને માર માર્યો હતો જે અંગે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા શહેર નજીક મૂંઝાર ગામડી નવીનગરીમાં રહેતા પ્રફુલભાઈ ઉર્ફે સોનુ જીતુભાઈ પાટણવાડીયા કરજણની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં સીઝર તરીકે નોકરી કરે છે. વરણામા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 26 ડિસેમ્બરે સાડા સાત વાગે હું તથા મારો નાનો ભાઈ અને મારો મિત્ર નયન પાટણવાડીયા અમારા ગામની પ્રાથમિક શાળાએ બેઠા હતા. તે વખતે અમારા ગામના કમલેશભાઈ રમણભાઈ પાટણવાડીયાએ અમારી પાસે આવી મારા નાના ભાઈ સાથે ઓનલાઇન કપડા ખરીદવા માટે વાતચીત કરતા હતા. દરમિયાન કમલેશભાઈ અચાનક મારી બાજુ દોડી આવી મને પાછળથી બંને હાથ વડે પકડી લીધો હતો. તે સમયે જ અશોક અરમાનભાઈ પાટણવાડીયા પણ લાકડાનું ડંડો લઈને દોડી આવ્યો હતો અને મને માથાના પાછળના ભાગે બીજા પહોંચાડી હતી. તેઓ મારી સાથે ઝઘડો કરી કહેવા લાગ્યા હતા કે કેમ છોકરીઓના ખોટા ખોટા નામ લો છો અમે ના પાડી કે અમે કોઈના નામ લેતા નથી તેમ છતાં તેઓએ ઝઘડો ચાલુ રાખ્યો હતો. નજીકમાંથી મારા ફોઈ પણ દોડી આવ્યા હતા. અશોક અને કમલેશ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા હતા.


Google NewsGoogle News