સમા કેનાલ પાસે દારૃ ભરેલી પીકઅપ વાન સાથે બે ખેપિયા પકડાયા, એક વોન્ટેડ
વડોદરાઃ વડોદરા પોલીસે ગઇકાલે જુદાજુદા સ્થળે દરોડા પાડી દારૃના જથ્થા સાથે ખેપિયાઓને પકડયા હતા.જે પૈકી ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ સમા પોલીસે દારૃ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી હતી.
સમા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સમા કેનાલ પાસે દારૃ ભરેલી વાન હોવાની માહિતી મળતાં સમા ના પીઆઇ એમ બી રાઠોડે સ્ટાફ મારફતે દરોડો પડાવ્યો હતો.જે દરમિયાન પોલીસે એક વાનને ઝડપી પાડી તેમાંથી રૃ.૨.૬૮ લાખની કિંમતની વિદેશી શરાબની ૨૬૧૬ નંગ બોટલ મળી આવી હતી.
સમા પોલીસે ઇસ્માઇલ જોરસિંગ મંડોર (સીલાકોટા,લિમખેડા,દાહોદ) અને રિન્કુ સીતારામ ગુપ્તા (ડિફેન્સ કોલોની,સમા હાલ રહે.કસ્તુરબા નગર,સમા)ને ઝડપી પાડયા હતા.જ્યારે,સાહિદ ઉર્ફે એટીએમ મુસ્તકિમ શેખ(એકતા નગર,છાણી)ને વોન્ટેડ જાહેર કર્યો છે.
આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરની ટીમે કારેલીબાગ જલારામ નગર-૧ ખાતે દરોડો પાડી રોનક ઉર્ફે ચટણી દિલીપભાઇ પરમારને ઝડપી પાડી રૃ.૨૫ હજારની કિંમતની દારૃની ૧૫૯ બોટલ કબજે કરી હતી.જ્યારે,અનિકેત દળવી(હરણી ) અને વેનીરામ મારવાડી(રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કર્યા છે.