IPLની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા બે સટોડીયા ઝડપાયા : એક વોન્ટેડ

Updated: May 27th, 2024

Google NewsGoogle News
IPLની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા બે સટોડીયા ઝડપાયા : એક વોન્ટેડ 1 - image

image : Freepik

IPL Cricket Gambling Vadodara : IPL Cricket Gambling Vadodara : વડોદરા શહેરના સમા સંજયનગર વિસ્તારમાં આવેલા સ્નેહ રેસીડેન્સીના ફ્લેટમાં ડીસીબીની ટીમે રેડ કરી iplની કલકત્તા અને હૈદરાબાદની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા બે સટોડીયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. ડીસીબી ની ટીમે સ્થળ પરથી 15 મોબાઇલ અને બે લેપટોપ મળી 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની કલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી. જેથી સટોડીયાઓ અને બુકીઓ ફાઇનલ મેચ પર સટ્ટો રમવાના હોય પોલીસ દ્વારા સતત તેના માટે વોચ રખાઈ રહી હતી. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ શહેર વિસ્તારમાં ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સમા સંજયનગર વિસ્તારમાં ની રેસીડેન્સીમાં બીજા માળે આવેલા ફ્લેટમાં અમીત લવજીભાઇ સોરઠીયા (રહે. સોમાતળાવ વડોદરા) ઓનલાઇન ક્રિકેટ મેચનો  ક્રિકેટ સટ્ટો જુદી જુદી આઈ.ડી. આધારે રમાડી રહ્યો છે. આઈપી.એલટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટની કેકેઆર અને સનરાઇઝ હૈદ્રાબાદ વચ્ચેની ફાઇનલ ક્રિકેટ મેચ પર હર્ષ પ્રવિણ ચૌધરી તથા હર્ષકુમાર સંજય સીંગ સહિત અન્ય ગ્રાહકો સાથે સટ્ટો રમે છે. જેના આધારે ડીસીબીની ટીમ બાતમી મુજબના રેસીડેન્સીના મકાનમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી હર્ષકુમાર સીંગ તથા હર્ષ ચૌધરી ઝડપાઈ ગયા હતા. જીસીબી ની ટીમે સ્થળ પરથી મોબાઈલ ફોન 15, લેપટોપ 2 સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અમીત લવજીભાઈ સોરઠીયા હાજર નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.