બે હુમલાખોરોની પાસા હેઠળ અટકાયત કરાઇ
વ્યાજની ઉઘરાણી માટે બોલાવી લાકડીથી હુમલો કર્યો હતો
વડોદરા,વ્યાજની ઉઘરાણી માટે હુમલો કરનાર બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
સમા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૮ મી ઓગસ્ટે હર્ષ સાયાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ - ૨૦૨૧માં આરોપી સંગ્રામ ભરવાડે ત્રણ લાખ ત્રીસ ટકાના વ્યાજે આપ્યા હતા. જેની સામે છ લાખ ચૂકવી દીધા હોવાછતાંય ઉઘરાણી કરવામાં આવતી હતી. લાલા નાજાભાઇ ભરવાડ, વિજય સારાભાઇ ભરવાડ તથા નકુલ દેવાભાઇ ભરવાડે (રહે. સમા ગામ, ભરવાડ વાસ) લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ ગુનામાં પોલીસે લાલા ભરવાડ તથા વિજય ભરવાડની ધરપકડ કરી હતી. બંને હુમલાખોરોની સમા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. વિજયને રાજકોટ તથા નકુલને જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.