પાદરાના સરસવણી ગામે નશાકારક પોશડોડાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

પંજાબનો મૂળ શખ્સ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
પાદરાના સરસવણી ગામે નશાકારક પોશડોડાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ 1 - image

પાદરા તા.૧૨ પાદરા તાલુકાના સરસવણી ગામની સીમમાં એક મકાનમાંથી નશાકારક પોશડોડાના જથ્થા સાથે મૂળ પંજાબના એક શખ્સ સહિત બેને જિલ્લા પોલીસે ઝડપી પાડયા હતા.

સરસવણી ગામે ઠીકરીયારોડ પર પાણીની ટાંકી પાસે ભાઇલાલ વસાવાની જમીનના એક મકાનમાં રહેતો સુરજીતસિંહ સુખસિંહ ગેર  નશાકારક માદક પદાર્થ પોશડોડાનો જથ્થો  લાવી મકાનમાં રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ દરોડો પાડી મકાનમાં તપાસ કરતાં ૨.૫૯૩ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળ્યો  હતો.

મકાનમાં હાજર મૂળ પંજાબના સુરજીતસિંહને પણ પોલીસે ઝડપી પાડી કુલ રૃા.૧૪૨૭૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો.  પોલીસે સુરજીતસિંહની સાથે ગાંજાનું વેચાણ કરતાં નરેશ બાલુભાઇ બારિયાને પણ ઝડપી પાડયો હતો. ઝડપાયેલા બંને શખ્સો નશા માટે ઉપયોગમાં લેવાતો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News