સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.2.31 લાખના ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
Ganja Smuggling in Train : આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી થતી રહેતી હોય છે. જેના આધારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલ્વે વડોદરાની બે જૂનના રોજ એસ.ઓ.જી. પ.રે.વડોદરા કેમ્પ-સુરત પોલીસનો સ્ટાફ રાત્રિના 8 વાગ્યાથી સુરત રેલવે સ્ટેશન ઉપર ફરજમાં હાજર હતા. તે દરમ્યાન સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લે.નં.1 ઉપર આવી ઉભી રહી હતી. ત્યારે તેમાંથી ઉતરીને જતા પેસેન્જરો ઉપર વોચ કરતા હતા. ત્યારે પ્લેટફોર્મ નં.1 ના વચ્ચેના ભાગે આવેલ પાણીની પરબ પાસેથી બે ઇસમો વજનદાર બેગો લઈને જતા પોલીસ તેઓ ઉપર શંકા જતા તેમને ઉભા રાખી તેમની પાસેની બેગોમાં તપાસ કરી હતી ત્યારે તેમાંથી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે જિતુ બનટુ નાહક (ઉ.વ.28, ધંધો-એમ્બ્રોડરીના કારખાનામાં મજુરીકામ હાલ રહે-રૂમ નં.54 ગણેશનગર-1 વડોદ પાંડેસરા ગામ સુરત) અને રાજેન્દ્ર પ્રફુલબિના બીનધાની (ઉ.વ.26, ધંધો-ખેતમજુરી કામ રહે-ગામ-બંધાગડા થાના-ફીરંગીયા જિ.કંધમાલ,ઓડીશા)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પાસેથી 23.104 કિ.ગ્રા.ગાંજો રૂ.2.31 લાખ, બે મોબાઈલ ફોન કિ.રૂ.10 હજાર તથા રોકડ રકમ મળી રૂ.2.42 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.