પાદરા તાલુકામાં દેશી તમંચા સાથે બેની ધરપકડ, ઉત્તર પ્રદેશનો શખ્સ દેશી તમંચો આપી ગયાની કબુલાત

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
પાદરા તાલુકામાં દેશી તમંચા સાથે બેની ધરપકડ, ઉત્તર પ્રદેશનો શખ્સ દેશી તમંચો આપી ગયાની કબુલાત 1 - image


Crime News Vadodara : પાદરા તાલુકાના કરખડી ગામે બે શખ્સોને દેશી તમંચો સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બે શખ્સોમાં મૂળ બિહારનો પરંતુ હાલ પાદરા તાલુકાના કરખડી ગામમાં રહેતો રૂપેશ બ્રહ્માંડ શર્મા અને બીજો કરખડીમાં રહેતો જાહિદ શિરહાન ઘાંચી જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરતાં દેશી તમંચો ઉત્તર પ્રદેશનો મૃત્યુંજય ત્રિવેદી નામનો શખ્સ આપી ગયો હતો. બંને સામે વડુ પોલીસ સ્ટેશનમાં પોલીસ ગુનો નોંધી દેશી તમંચો સાથે રાખવા પાછળનું કારણ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News