વિદેશી દારૃના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

હરણીના બે તથા બાપોદના એક ગુનામાં આરોપીઓ વોન્ટેડ હતા

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
વિદેશી દારૃના ગુનામાં નાસતા ફરતા  બે  આરોપીઓ ઝડપાયા 1 - image

વડોદરા,વિદેશી  દારૃના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પીસીબી પોલીસે ગત તા. ૦૮ - ૦૬ - ૨૦૨૨ ના રોજ હાલોલ ટોલનાકા પાસેથી  ૯૫,૬૦૦ ના વિદેશી દારૃ સાથે અકસ્માત થયેલી  હાલતમાં કાર પકડી  હતી. જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

 જ્યારે ગત તા. ૧૪ - ૧૨ - ૨૦૨૨ ના  રોજ બાપોદ પોલીસે આજવા ચોકડી પાસે આવેલા અનંતા સમૃદ્ધિ ફ્લેટની નીચે પાર્કિંગમાં આઈજી સુપર માર્કેટની પાસેથી ૧.૦૫ લાખના દારૃ ભરેલી કાર ઝડપી પાડી હતી. આ બંને  ગુનામાં સામેલ આરોપી શંકર છગનલાલ મંડલોઇ ( રહે. ભીલાલા ફળિયું, ગામ કાલીયાવાવ, અલીરાજપુર, એમ.પી.)ને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. 

અન્ય એક બનાવમાં પીસીબી  પોલીસે ગત તા. ૧૪ - ૦૬ - ૨૦૨૩ ના  રોજ હરણી રોડ સુગમ  પાર્ક પાછળ, ત્રિશા ડૂપ્લેક્સમાંથી વિદેશી દારૃ કિંમત રૃપિયા ૮૧,૨૦૦ નો જથ્થો કબજે કર્યો હતો. અને  રાજુ ભૂપેન્દ્રભાઇ ગોસ્વામી ( રહે. રાજીવ નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ)ને ઝડપી પાડયો  હતો. આ ગુનામાં સામેલ આરોપી સંજય ઉર્ફે કાચબો બાલુભાઇ વસાવા ( રહે. સૌજન્ય ટાઉનશિપ, કમલાનગર પાસે, આજવારોડ)ને ઝડપી પાડયો છે.


Google NewsGoogle News