દંતેશ્વર અને દાંડિયા બજારમાં દારૂ વેચતા બે આરોપી પકડાયા

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
દંતેશ્વર અને દાંડિયા બજારમાં દારૂ વેચતા બે આરોપી પકડાયા 1 - image


Image Source: Freepik

દંતેશ્વર અને દાંડિયા બજારમાં વિદેશી દારૂ અને બિયર વેચતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે

વડોદરા, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે દંતેશ્વર ગામ રાઠોડ વાસમાં રહેતો ગણપતસિંહ ફતેસિંહ ઘરીયા મોપેડની ડીકીમાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે અને હાલમાં દંતેશ્વર ગામ પાસે બરોડા સ્કૂલની સામે ખુલ્લા મેદાનમાં દારૂ વેચવાનું ચાલુ છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ સાથે ગણપતસિંહ મળી આવ્યો હતો તેની મોપેડની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂની 11 બોટલ તથા રોકડા અને મોબાઈલ ફોન કુલ 12,750 નો મુદ્દા માલ કબજે કર્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે બારસિયા ગોપાલ બેકરી પાસે ઊભા રહેતા નીરવ નામના શખ્સ પાસેથી વિદેશી દારૂ લાવ્યો છું જેથી પોલીસે નિરવને વોન્ટેડ જાહેર કર્યું છે

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે દાંડિયા બજાર જંબુ બેટ શિવાજી પાનહાઉસના મેળા પર રહેતા સાગર ઉપર લલિત મહેશભાઈ કહાર ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ જલારામ એપાર્ટમેન્ટના દાદર નીચે સંતાડી રાખેલી બિયરના  42 ટીન પોલીસે કબજે કર્યા છે. આ બિયર ના ટીન આરોપી અજય ઉર્ફે ગંગા કહાર પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે અજય ઉર્ફે ગંગા કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો.


Google NewsGoogle News