Get The App

50000 ની ઉઘરણીના મુદ્દે યુવકનું અપહરણ કરનાર રાહુલ ખટીક અને તેનો સાગરીત પકડાયાઃકાર કબજે

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
50000 ની ઉઘરણીના મુદ્દે યુવકનું અપહરણ કરનાર રાહુલ ખટીક અને તેનો સાગરીત પકડાયાઃકાર કબજે 1 - image

વડોદરાઃ આજવારોડ પર એક મહિના પહેલાં રૃપિયાની ઉઘરાણીના મુદ્દે એક યુવકનું અપહરણ કરી બાઇક અને મોબાઇલની લૂંટ કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે કાર લઇને આવેલા સૂત્રધાર અને તેના સાગરીતને ઝડપી પાડી બાકીના બે સાગરીતોની તપાસ જારી રાખી છે.

આજવારોડની અમરદીપ ટાઉનશિપમાં રહેતા મૂળ રાજસ્થાનનો યુવક કાનજી રાજપૂત ગઇ તા.૧૦મીએ રાતે તેના મિત્રો કરણ અને નિર્મલ સાથે આજવા ચોકડી પાસે રજવાડી હોટલ ખાતે ચા પીવા બેઠો હતો ત્યારે કારમાં રાહુલ ખટીક અને તેના ત્રણ સાગરીતો આવ્યા હતા.

રાહુલે કરણસિંહને કહ્યું હતું કે,તારો  ભાઇ શક્તિ ક્યાં છે,મારે રૃ.૫૦ હજાર લેવાના છે.ત્યારબાદ કરણસિંહ ત્યાંથી ફોન પર વાત કરતો ભાગી ગયો હતો.જ્યારે નિર્મલ પણ ભાગી ગયો હતો.જેથી કાર લઇ આવેલા રાહુલ ખટીકના બે સાગરીતોએ મારું કરણની બાઇક પર અપહરણ કર્યું હતું.આજવા બ્રિજ પાસે તેમણે મારો મોબાઇલ અને કરણની બાઇક લૂંટી લીધા હતા.

ઉપરોક્ત  બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે રાહુલ રતનલાલ ખટીક(સીતારામ નગર, બોમ્બે માર્કેટ પાસે,સુરત મૂળ ચિત્તોરગઢ, રાજસ્થાન) અને રાહુલ ભોનીરામજી કીર(રાસમી,ચિત્તોરગઢ)ને ઝડપી પાડી કાર તેમજ લૂંટેલી  બાઇક,મોબાઇલ અને રોકડા રૃ.૩ હજાર કબજે કર્યા છે.આ પૈકી કાનાભાઇ નામનો એક આરોપી મારામારીના ગુનામાં જેલમાં હતો અને બનાવ બન્યો ત્યારે પેરોલ પર છૂટીને ગુનાખોરીમાં સંડોવાયેલો હોવાની માહિતી પોલીસને મળી છે.જેથી પોલીસ તેને સુરતની જેલમાંથી લાવવા તજવીજ કરનાર છે.


Google NewsGoogle News