વડોદરામાંથી મોપેડની ડીકીમાં દારૂ રાખી વેચતા બે આરોપીઓ ઝડપાયા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાંથી મોપેડની ડીકીમાં દારૂ રાખી વેચતા બે આરોપીઓ ઝડપાયા 1 - image

image : Freepik

Vadodara Liquor Crime : વડોદરામાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે નરેશ ઉર્ફે ઘેટી તથા અજય જગતાપ નામના આરોપીઓ મકરપુરા કોમ્યુનિટી હોલ પાસે મોપેડમાં દારૂ રાખીને છૂટકમાં વેચાણ કરે છે. જેથી પીઆઇસીબી ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા અજય હરેશભાઈ જગતા રહેવાસી રિવંટા ફ્લેટ તથા નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઈ રાવળ રહેવાસી લાલજી મંદિર પાસે મકરપુરા ગામ મળી આવ્યા હતા. મોપેડની ડીકીમાંથી દારૂની 57 બોટલ મળી આવી હતી.

પોલીસે નરેશની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂ ભાલીયાપૂરા ખાતે રહેતા આકાશ ઠાકોરને ફોન કરતા અજયને દારૂ આપી જતો હતો. મને તેના કમિશન પેટે 2500 રૂપિયા મળ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દારૂ બે મોપેડ સહિત કુલ રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News