Get The App

14 નિર્દોષોનો ભોગ લેનાર હરણી બોટકાંડના બે આરોપી ધર્મિન અને દિપેન જેલમાં ધકેલાયા

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
14 નિર્દોષોનો ભોગ લેનાર હરણી બોટકાંડના બે આરોપી ધર્મિન અને દિપેન જેલમાં ધકેલાયા 1 - image

વડોદરાઃ હરણીના બોટકાંડમાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટે બંને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આવાનો હુકમ કર્યો છે.

૧૪ નિર્દોષોનો ભોગ લેનાર હરણી લેકઝોન ખાતેની બોટ દુર્ઘટનાના બનાવમાં સિટ દ્વારા છેલ્લે દિપેન હિદેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશભાઇ શાહ(બંને રહે.પુનિત નગર,મલ્હાર પોઇન્ટ  પાસે,જૂના પાદરા રોડ)ની ધરપકડ કરી તેમના ઘેર અને ઓફિસમાં સર્ચ કર્યું હતું.

સિટના સુપરવિઝન અધિકારી ડીસીપી પન્ના મોમાયા અને અન્ય અધિકારીઓએ બંને આરોપીઓનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું અને કેટલાક દસ્તાવેજો મેળવવા માટે તજવીજ કરી હતી.

બંને આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ફરીથી નવ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જે માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી નહતી અને બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.


Google NewsGoogle News