સગીરાનું અપહરણ કરનાર બે આરોપી ઝડપાયાં : સગીરા સાથે પ્રેમ સંબંધ રાખનાર મુખ્ય આરોપીને અગાઉ ઝડપી પડાયો હતો
image : Freepik
Crime News Vadodara : વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર બે સહઆરોપી પોલીસે બોડેલીથી ખાતેથી ઝડપી પાડ્યા હતા. સગીરાની પાડોશમાં રહેતા સગીર આરોપી સાથે પ્રેમ સંબંધ હોય બે મિત્રો સાથે કિશોરીનું અપહરણ કર્યું હતું. જેમાં મુખ્ય આરોપીને અગાઉ ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના ઘાઘરેટિયા ગરનાળા પાસેથી માતા તેના પુત્ર અને 17 વર્ષીય સગીરાને લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમાયન બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સગીરાનું બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. માતાએ બુમાબુમ કરી હતી પરંતુ પુરઝડપે બાઇક લઇને અપહરણકારો સોમાતળાવ બ્રિજ તરફ ફરાર થઇ ગયા હતા. જેથી માતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કપુરાઇ પોલીસની ટીમે અપહરણકારોની અલગ અળગ ટીમો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે શોધખોળ કરી રહી હતી. દરમિયાન અપહરણકારો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રહેતો મનોજ અરવિંદ તડવી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ સગીરાનું અપહરણ કરનાર મુખ્ય સગીર આરોપીને ઝડપી પાડ્યો હતો.