વડોદરામાં મકરપુરા અને છાણી પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીને પાસા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં મકરપુરા અને છાણી પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીને પાસા 1 - image

image : Freepik

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

મકરપુરા અને છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સેન્ડ આવેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને જૂનાગઢની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં જ વિદેશી દારૂ સહિત 9.80 લાખના મુદ્દા માલ સાથે આરોપી સાહિદ મુસ્તકીમ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. પીઆઇ જે.એન.પરમારએ પાસા પ્રપોઝલ તૈયાર કરી મપોલીસ કમિશ્નર તરફ મોકલી આપ્યો હતો. જેથી તેની પાસા વોરંટની બજવણી કરી આરોપી સાહિદ મુસ્તકીમ શેખને જુનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. તેવી રીતે પોલીસ સ્ટેશનના ગુનામાં ઈસ્માઈલ જોરસીંગ મંડળ ની ભાષા હેઠળ ધરપકડ કરીને જૂનાગઢની જેલમાં મોકલાયો છે.


Google NewsGoogle News