દારૃના ગુનામાં સામેલ બે આરોપીઓને પાસા કરાઇ
વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીની પાસામાં અટકાયત
વડોદરા,વિદેશી દારૃના ગુનામાં સંડોવાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
બોલેરો પીકઅપ વાનમાં હેલમેટની આડમાં વિદેશી દારૃની હેરાફેરીના કેસમાં પોલીસે વિદેશી દારૃની ૪૮૦ બોટલ કબજે કરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે મુકુ નારાયણદાસ માખીજાની (રહે. મંગલા માર્વેલ સોસાયટી, તરસાલી) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. મુકેશ માખીજાની સામે અગાઉ દારૃના ૧૦ કેસ નોંધાયા છે. દારૃના કેસમાં સામેલ અન્ય એક આરોપી આરિફખાન અકબરભાઇ મેઉ (રહે.જોંગલીયા મહોલ્લો, ગામ બદરપુર, જિ. નૂહ, હરિયાણા) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી વિજય રણજીતભાઇ પઢિયાર (રહે. ગામ જાસપુર, તા.પાદરા)ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.