૧૦ લાખના દારૃ સાથે પકડાયેલા બે આરોપીઓને પાસા

ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં દારૃ લાવતા હતા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
૧૦ લાખના દારૃ સાથે પકડાયેલા બે આરોપીઓને  પાસા 1 - image

વડોદરા,ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા પકડાયેલા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

હરિયાણાથી ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને આવતા ડ્રાઇવર અને ક્લિનરને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે દારૃ અને બિયરની બોટલ નંગ ૫,૨૬૮ કિંમત રૃપિયા ૧૦.૧૦ લાખનો ઝડપી પાડયો હતો.  પોલીસે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નંગ ૩૩ કિંમત રૃપિયા ૧૭.૮૮ લાખના પણ કબજે કર્યા હતા. આ કેસમાં પકડાયેલા આરોપીઓ મુસ્તાક કુરશીદ મેવ ( રહે. ગામ અડબર, ઉમરાવાળો મહોલ્લો, હરિયાણા) તથા મુબારક રસીદભાઇ મેવ ( રહે. ગામ બેગ પહાડી, સોકીન કિરાણા સ્ટોર  પાસે,જિ.ભરતપુર, રાજસ્થાન) ની પાસા હેઠળ અટકાયત કરી  અમદાવાદ અને સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News