દારૃના કેસમાં પકડાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત

મારામારીના ગુનાના આરોપીને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી અપાયો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
દારૃના કેસમાં પકડાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત 1 - image

વડોદરા,વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપી અને મારામારીના કેસમાં સામેલ એક આરોપીની  પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

કરોડિયા રોડ સાંઇનાથ નગરમાંરહેતા અજયસિંહ રણજીતસિંહ મહીડા સામે પ્લોટમાં મૂકેલા બાકડા હટાવવાના મુદ્દે ઝઘડો થતા ડંડા વડે હુમલો કરી રિક્ષા અને બાઇકને નુકસાન કરવાનો ગુનો જવાહર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.જ્યારે બીજો ગુનો  દંપતી  પર હુમલો કરી દુકાનમાં તોડફોડ અને સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડવાનો ગુનો પણ નોંધાયો હતો. ત્રીજો ગુનો ડીઝલના ધંધાની અદાવત રાખી લોખંડની પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાનો ગુનો ભાદરવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. તેની પાસા  હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ જય સંતોષી નગરમાં રહેતા મનોજ કાંતિભાઇ મારવાડીની સામે ૭૮ લાખના દારૃ તથા  ૨૧,૪૫૦ ના દારૃના કેસ નોંધાયા હતા. જે કેસમાં તેની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ કારેલીબાગ, વારસિયા અને મકરપુરા વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે.

દંતેશ્વર ઘાઘરેટિયા વિસ્તારમાં કૃષ્ણ નગર ખાતે રહેતા રાજુ ભાઇલાલભાઇ બારિયાની દારૃનો કેસ નોંધાયો હતો. અવાર - નવાર દારૃના કેસમાં પકડાતા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News