મહારાષ્ટ્રથી દારૂ ભરીને આવેલો ટ્રક કરજણ પાસેથી ઝડપાયો : રૂ.27.95 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
- મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટવાળાએ બંધ બોડીનો એક ટ્રકને મોકલ્યો હતો
વડોદરા,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા જિલ્લાના નેશનલ હાઈવે ઉપર કરજણ તાલુકામાં આવેલા ટોલનાકા પર જિલ્લાની એલસીબી પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગ અને વોચમાં હતો તે વખતે ભરૂચથી વડોદરા તરફ બંધ બોડીની એક ટ્રકને રોકી તેમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની 5976 દારૂની બોટલો મળી હતી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક, દારૂની બોટલો, એક મોબાઈલ, જીપીએસ સિસ્ટમ મળી કુલ 27.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સાથે પકડાયેલી ગાડીના ચાલક અજય મારુતિ સૈદ (રહે. સંદવાળી મહાલોગેગામ, તાલુકો આંબેગાવ, જીલ્લો પુણે મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રના કરાડ ખાતે વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના શખ્સે દારૂ ભરેલી ગાડી આપી હતી. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.