સોમા તળાવ ચાર રસ્તા પાસે વિકટ ટ્રાફિક સમસ્યાથી પરેશાની

લક્કડપીઠા માટે આપેલી જમીન કોર્પો.એ પરત મેળવી લઇ, ત્યાં પ્લોટ ફાળવી શાકમાર્કેટ બનાવે તેવી માગણી

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સોમા તળાવ ચાર રસ્તા પાસે વિકટ ટ્રાફિક સમસ્યાથી પરેશાની 1 - image

વડોદરા, લક્કડપીઠાને શહેર બહાર લઇ જવા વર્ષો અગાઉ આપેલી જમીન પર હજી લક્કડપીઠા શિફટ થયું ન હોવાથી જમીન કોર્પોરેશને પરત લઇ પ્લોટ ફાળવીને શાક માર્કેટ બનાવવા માગણી થઇ છે.

વડોદરામાં વર્ષો પહોલં પથ્થરગેટ લક્કડપીઠામાં આગ લાગી હતી અને આ આગ ઠારતા ત્રણચાર દિવસ થયા હતા. એ પછી નગરપાલિકાએ એક ઠરાવ મંજૂર કર્યો હતો કે લક્કડપીઠા શહેરની બહાર લઇ જવામાં આવે. જેથી દંતેશ્વર, તરસાલી, પ્રતાપનગર રહેતા લોકોની જગ્યા ઓછા ભાવે લઇ લીધી હતી. કાયદો એવું કહે છે કે શહેરના કે નગરજનોના  હિત માટે જગ્યા લીધી હોય તો તે જગ્યાનો ૧૦ વર્ષમાં વિકાસ થઇ જવો જોઇએ અને જે હેતુ માટે જગ્યા લીધી હોય તેનું કામ પુરુ થઇ જવું જોઇએ. આજે ૫૦ થી વધુ વર્ષ થઇ ગયા છતાં બધા વેપારીઓને લક્કડપીઠાથી શિફટ કરવામાં આવ્યા નથી. જેથી કાયદા મુજબ તમામ ખેડૂતોને એમની લીધેલી જમીનનું વળતર કે પૈસા આપી દેવા જોઇએ. ખરેખર તો મુળ ખેડૂતો સાથે છેતરપિંડી થઇ છે, તેવો આક્ષેપ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો છે. અને એવો પણ આક્ષેપ કર્યો છે કે અસંખ્ય પ્લોટો વેચી દેવાયા છે.

 કાયદાઅનુસાર મુળ માલિકને જગ્યા પાછી આપી દેવી જોઇએ અથવા તો જમીન પાછી લઇને સોમાતળાવ ખાતે નાનો મોટો શાકભાજીનો કે છૂટક ધંધો કરનારા માટે પ્લોટ ફાળવી ત્યાં શાકમાર્કેટ બનાવી આપવું જોઇએ, તેવી માગણી  કોર્પો. કમિશનરને પત્ર લખીને તેમણે કરી છે.

ડભોઇ રોડથી આગળ સોમાતળાવ ચાર રસ્તા ંકશન છે, ત્યાંથી એક રોડ તરસાલી તરફ અને બીજો પરિવાર ચોકડી તરફ જાય છે. ત્રીજો રોડ ડભોઇ તરફ અને ચોથો પ્રતાપનગર જાય છે. ડભોઇ તરફ જતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાહનોની અહીં ભીડ રહે છે. તરસાલી, પ્રતાપનગર અને પરિવાર ચોકડીથી આગળ હરણી તરફ જવા પણ ભીડ અને ટ્રાફિક થાય છે. આ સ્થળે શાકભાજીવાળા તેમજ નાનો મોટો ધંધો કરતા લોકો પથારા અને લારીઓ ઉભી રહે છે. સવારે અને સાંજે ખૂબ ગિરતી રહે છે. લારી અને પથારાવાળા માટે કોઇ જગ્યા ન હોવાના કારણે લોકો રોડ ઉપર ઉભા રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.


Google NewsGoogle News