વડોદરામાં ૧૪૯ સિટિ બસોમાં રોજ ૪૮ હજારની મુસાફરી
અકસ્માત અને મૃત્યુની સંખ્યામાં સમગ્ર દેશમાં વડોદરા ૩૯માં ક્રમે
વડોદરા, તા.4 વડોદરામાં રોજ સિટિ બસોનો ઉપયોગ કરનારા ૪૮,૦૦૦ શહેરીજનો ે માટે માત્ર ૧૪૯ બસો છે તેવો કેસ સ્ટડી આ સેમિનારમાં રજૂ કરાયો હતો.
સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) યુનિવર્સિટીના અર્બન ટ્રાન્સપોર્ટના સેન્ટર હેડ ડો.શાલિની સિન્હાએ આ સ્ટડીમાં નોંધ્યું હતું કે નાગરિકોની જરૃરિયાત પૂરી કરવા માટે વધુ સારી બસો ઉમેરવી જરૃરી છે તેમજ બસોમાં અનેક સુધારાની પણ જરૃર છે.
તેમણે કહ્યું હતું કે વડોદરા પાસે રિંગરોડ અને મેટ્રોનું આયોજન છે પરંતુ કાર્યસ્થળ અને મેટ્રો સ્ટેશનો સાથે જોડાણ સુનિશ્ચિત કરવું જોઇએ. અમદાવાદની સરખામણીમાં પ્રતિ ચોરસ કિલોમીટર વસતિનું પ્રમાણ ઓછું છે. મધ્યપ્રદેશમાં નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેકના એસોસિયેટ પ્રિન્સિપાલ ડો.સુધીર ગુપ્તેએ વડોદરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અકસ્માતોની સંખ્યા અને મૃત્યુની સંખ્યામાં વડોદરા ૩૯માં ક્રમે છે. સૌથી વધુ અકસ્માતો ટુ વ્હિલરથી થાય છે.