પોલીસ આવાસ નિગમના લાંચકેસની વાતચીત હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું તમારે જે જોઇતું હોય તે લખીશ ઃ જીગર શાહ
હું તમારા ઘેર પણ આવ્યો અને પ્લીઝ એક્સેપ્ટ ધેટ તેમ કહી કવર દરવાજા નીચેથી નાંખી દેત
વડોદરા, તા.8 વડોદરામાં અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર જીગર શાહે કોન્ટ્રાક્ટર પાસે લાંચની રકમ લીધી અને પરત કરી તે સમયે થયેલી વાતચીતના અંશ બહાર આવ્યા છે.
લાંચની રકમ કવરમાં આપી તે સમયે થયેલી વાતચીત
કોન્ટ્રાક્ટર ઃ થ્રી ઝીરો, જે તમે ટેન્ડર કરાવી આપ્યું એના માટે સર, પણ હવે આમાં કેવું છે કે આપડે હું તમને બતાવું ને મારી નોટ બતાવું છું.
જીગર શાહ ઃ બીજી કોઇ તકલીફ નથી ને? હા બસ આપ જાળવી લેજો આપણે બહાર નીકળવાનું છે આમાંથી મારાથી જેટલી મદદ થાય એટલી કરીશ
કોન્ટ્રાક્ટર ઃ તમારા માટે ૨ ટકા કરી આપીશ પછી ડીઇ માટે ૧ ટકા ચાલશે?
જીગર શાહ ઃ હા..હા..
કોન્ટ્રાક્ટર ઃ અને એમની નીચે કોણ છે?
જીગર શાહ ઃ એસઓ
કોન્ટ્રાક્ટર ઃ એમને અડધો ટકો ચાલશે?
જીગર શાહ ઃ હા, ચાલશે
લાંચની રકમ જીગર શાહ પરત કરવા ગયા તે સમયનો વાર્તાલાપ
જીગર શાહ ઃ હું તમને ગેરંટી નથી આપતો પણ હું પ્રયત્ન કરીશ, અત્યારે હું જે કહું તે એમ ના ના પાડતાં
કોન્ટ્રાક્ટર ઃ બોલો, આ શું છે?
જીગર શાહ ઃ પ્લીઝ લઇ લો? એક મિનિટ મારી વાત સાંભળો, આ લઇ લો, અત્યારે લઇ લો. મારી વાત સાંભળો હું તમને આખી વાત કરું આ પહેલા હાથમાં લઇ લો.
જીગર શાહ ઃ હવે હું તમને આખી વાત કરું જુઓ તમે ફાઇનાન્સિયલ ક્રાઇસિસમાં છો, બરાબર પર્યૂષણ ચાલે છે, બરાબર હવે મારી નૈતિક જવાબદારી થાય કે આવું ના કરાય, હું તમને આના માટે જ મળવા બોલાવતો હતો.
કોન્ટ્રાક્ટર ઃ મારે સર આની કોઇ વેલ્યૂ નથી, હું કન્સ્ટ્રક્શનનો માણસ છું, મારા માટે પ્રોજેક્ટ અધૂરો મૂકવોને એ ઇટ્સ વર્સ્ટ ધેન ધેટ
જીગર શાહ ઃ મારી વાત સાંભળો કાલે હું તમારા ઘેર પહોંચી ગયો હતો, બરાબર દરવાજાની નીચેથી નાંખી દેત અને અંદર લખી લેત કે પ્લીઝ એક્સેપ્ટ ધેટ
કોન્ટ્રાક્ટ ઃ પણ મારે નથી જોઇતા
જીગર શાહ ઃ જુઓ મારી વાત સાંભળો, હું સાવ અલગ ટાઇપનો માણસ છું તમે તકલીફમાં હોય તો હેલ્પ કરવી જોઇએ. હું છાતી ફાડીને તો બતાવી નથી શકતો પણ મારાથી જેટલું શક્ય થશે ને એટલું હું શોર્ટઆઉટ કરવા પ્રયત્ન કરીશ, હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, કહેતા હશો તો હું રોજ આવીશ અને તમારે જો જોઇતું હોય તો લખી આપવા તૈયાર છું.