Get The App

તા.૧ જુલાઇથી અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા માટે તાલીમ શરૃ

બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા તૈયાર કાયદાના મટિરિયલ મુજબ નવા ફોજદારી કાયદાની તાલીમ મેળવતી પોલીસ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
તા.૧ જુલાઇથી અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા માટે તાલીમ શરૃ 1 - image

 વડોદરા,તા.૩૦ જૂનની મધ્યરાત્રિ બાદ તા.૧ જુલાઇની શરૃઆત સાથે જ દેશના કાનૂનમાં નવો ઇતિહાસ લખાશે. આ દિવસથી છેલ્લી દોઢ સદી ઉપરાંતથી ચાલતી આઇપીસી તેમજ અન્ય કાયદા હેઠળની પોલીસ કાર્યવાહીની ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)  હેઠળ ચાલતી પધ્ધતિ ધરમૂળથી બદલાઇ જશે અને તેનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) લેશે.

ઉલ્લેખનીય છે કે સંસદમાં આઇપીસી સીઆરપીસી અને ઇવી એક્ટને બદલીને તેના સ્થાને નવા ફોજદારી કાયદાને સ્થાન આપવાનું બિલ પસાર થયા  બાદ રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી મળતાં જ સમગ્ર દેશમાં હવે કાયદાની ઓળખ બદલાઇ જશે. ગુજરાતમાં તા.૧ જુલાઇથી આઇપીસી અથવા સીઆરપીસી કે ઇવી એક્ટથી નહી પરંતુ હવે બીએનએસ, બીએનએસએસ અને બીએસએ મુજબ ગુના દાખલ થશે.

નવીદિલ્હી સ્થિત બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (બીપીઆર એન્ડ ડી) દ્વારા નવા કાયદાની તાલીમ આપવા માટેનું મટિરિયલ તૈયાર કરીને તેને આઇ ગોટ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન મૂકવામાં આવ્યું છે તેમજ નવા કાયદાના તજજ્ઞાો દ્વારા વેબિનારો પણ યોજવામાં આવ્યા હતાં. વડોદરા જિલ્લા એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે હાલના કાયદામાં જે કેટલીક કલમો છે તેને કાઢવામાં આવી છે જ્યારે નવા કાયદામાં નવી કેટલીક કલમો ઉમેરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ કર્મચારીઓને નવા કાયદાની સમજ અને તાલીમ માટે નોડલ તરીકે રાજ્યના સૌથી મોટા તાલીમ કેન્દ્ર કરાઇ પોલીસ એકેડમીની પસંદ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલાંક ઝોન પ્રમાણે  એકેડમીના તજજ્ઞાો દ્વારા પણ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં એક લાખથી પણ વધુ પોલીસ કર્મચારીઓને એક સાથે તાલીમ આપવાનું શક્ય નહી હોવાથી માસ્ટર્સ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આ માસ્ટર્સ ટ્રેનરો તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવ્યા બાદ પોતાના નોકરીના સ્થળે જઇને અન્યને તાલીમ આપી રહ્યા છે. વડોદરા જિલ્લામાં આશરે ૧૨૫૦ જેટલા પોલીસ જવાનો નવા કાયદાના અમલ માટે સજ્જ થઇ રહ્યા છે.


Google NewsGoogle News