ગુજરાતના તમામ ગામડાના સરપંચોેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તાલીમ અપાશે
વડોદરાઃ ગુજરાતના છેવાડાના માણસોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં ગુજરાતના તમામ સરપંચોને તાલીમ આપવામાં આવશે.
સરપંચોને તાલીમ આપવા માટેના માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવા માટેનો એક વર્કશોપનુ યુનિસેફ તેમજ સ્કૂલ ઓફ સોશિયલ એન્ટરપ્રિનિયરશિપની મદદથી એમ.એસ.યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં આયોજન કરવામાં આવ્યુ હતુ.તા.૨૬ થી તા.૨૯ ફેબુ્રઆરી દરમિયાન યોજાયેલા વર્કશોપમાં સોશિયલ વર્ક ક્ષેત્રનુ શિક્ષણ આપતા તેમજ એનજીઓ સાથે સંકળાયેલા ૨૫ લોકોને માસ્ટર રિસોર્સ ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.
આ વર્કશોપના કો ઓર્ડિનેટર તેમજ સોશિયલ વર્ક ફેકલ્ટીના અધ્યાપક ડો.પૂજા કંટારિયાએ કહ્યુ હતુ કે, સરકારે છેવાડાના લોકો સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પહોંચાડવા માટે ગામડાઓને ટાર્ગેટ કર્યા છે.આ માટે નવ થીમ આધારિત ૧૭ મુદ્દાઓને નક્કી કરવામાં આવ્યા છે.આ નવ થીમમાં ગરીબી મુકત ગામ, રોજગારી યુકત ગામ, ચાઈલ્ડ ફ્રેન્ડલી ગામ, ક્લીન અને ગ્રીન વિલેજ, પાણીની સુવિધા, સામાજીક સુરક્ષા, માળખાકીય સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, ફેકલ્ટીના વર્કશોપમાં તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર્સની યાદી ગુજરાત સરકારને સોંપવામાં આવી છે.સમગ્ર ગુજરાતના તમામ ગામના